હું પર્વતા રોહક છું, હું પર્વતા રોહક છું, હું પર્વતા રોહક છું.
પ્રકૃતિ નો ખુંદનારો છું,
હું કુદરત નાં ખોળે રમનારો છું.
મક્કમ મનના પહાડો ને સ્પર્શનારો છું,
હું બરફ ની ચાદર ને ઓઢનાર છું.
અડીખમ પહાડ પર અડીખમ ઉભો રહેનાર છું,
હું સ્વપ્નોને હકીકત માં સજાવનાર છું.
જિંદગી ની લડાઈ ને બાથ ભીડનાર છું,
હું મજબુત ઈરાદાઓને મજબુત મનોબળ પુરુ પાળનાર છું.
ઊંચા સ્વપ્નોને સાકાર કરનાર છું,
હું ખુદ થી જ ખુદ ને જીતનાર છું.
હું પર્વતા રોહક છું, હું પર્વતા રોહક છું, હું પર્વતા રોહક છું.
-