ગંગાસતીની વાણી...૨૩
🌸🌸🌸🌸🌸🌸🌸
ધ્યાન ધારણા કાયમ રાખવી ને કાયમ કરવો અભ્યાસ રે
ભાળી ગયા પછી તરપત ન થાવું ને
વિશેષ રાખવો ઉલ્લાસ રે
ધ્યાન....
ભાઈ રે !
ગુરુના વચનમાં સાંગોપાંગ ઉતરવું ને
કાયમ કરવું ભજન રે
આળસ કરી ને સુઈ ન રેવું ને
ભલે કબજે કર્યું પોતાનું મન રે
ધ્યાન...
ભાઈ રે !
આઠે પહોર રે'વુ આનંદમાં ને
વધુ વધુ જાગે જેથી પ્રેમ રે
હંમેશા અભ્યાસ મુકવો નહિ ને
છોડી દેવું નહિ નિમ રે
ધ્યાન...
ભાઈ રે !
નિત્ય પવન ઉલટાવવો ને
રમવું સદા હરીની સંગ રે
ગંગા રે સતિ એમ બોલિયાં રે
પછી ચડે નહિ દુજો રંગ રે
ધ્યાન...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻