"સૌને વ્હાલા પૈસા પૈસા પૈસા"
પૈસા પૈસા પૈસા રૂપીયા રૂપિયા રૂપિયા
આ જગતમાં સૌને વ્હાલા પૈસા પૈસા પૈસા....!
જન્મ થયો બાબાનો નર્સ માગે પૈસા,
સાસરિયામાં કહેવા ગયા ત્યાં વધામણાની ના પૈસા,
જોષી જુએ જન્મકુંડળી દેવા પડતા પૈસા.
આ જગતમાં સૌને વ્હાલા પૈસા પૈસા પૈસા....,!
ભણવા માટે ગયો નિશાળે ફી ના જોઈએ પૈસા,
લાડકોડ થી લાડી લાવ્યાં વરઘોડા ના પૈસા,
તીર્થ ધામ એ તીર્થ કરતા પંડિત માંગે પૈસા.
આ જગતમાં સૌને વ્હાલા પૈસા પૈસા પૈસા......!
ઘડપણ આવ્યું તબિયત બગડી ડોક્ટર માર્ગે પૈસા,
છેલ્લી ઘડીએ વીલ કર્યું ત્યાં વકીલ માગે પૈસા,
દીકરા-દીકરી સૌએ માગે ભાગે પડતા પૈસા.
આ જગતમાં સૌને વ્હાલા પૈસા પૈસા પૈસા....!
જીવ ગયો ને રહ્યું શરીર બાકી બાળવા માટે પૈસા,
બારમું તેરમું કરવા માટે બ્રાહ્મણ માંગે પૈસા,
જન્મ-મરણ ના ચક્કરમાં ભઇ પૈસા પૈસા પૈસા.
આ જગતમાં સૌને વ્હાલા પૈસા પૈસા પૈસા....!
👍મનિષ કુમાર "મિત્ર" 🙏