*સતનો વેપાર*
🌹🌹🌹🌹🌹
✍🏻 પ્રાગદાસજી
સતનો વેપાર કરજો રે,તમે ધ્યાન ઘણી નું ધરજો
મારા વાલા વેપારી રે
તમે સતનો વેપાર કરજો
પાંચ પચ્ચીસની મૂડી લઈને
ભર બજારમાં વિચરજો ભાઈ (૨)
સાચા સંતોનો સંગ કરીને
પાંચ વસ્તુ મેળવજો
મારા વ્હાલા ...
હેતભાવના હાટ માંડી ને,વિવેકથી વિચરજો ભાઈ (૨)
દયા ધરમના ત્રાજવેથી, સત્ય વસ્તુ ને તોલજો
મારા વ્હાલા...
વિશ્વાસનો તમે ધારો માંડી,વેપાર ને જાળવજો ભાઈ (૨)
મનના મહેતાને સમજાવી ને
તેનો સરવાળો કરાવજો
મારા વ્હાલા....
ગુરુ પરતાપે બોલ્યા પ્રાગદાસ,વૈકુંઠમાં મને મળજો
મારા વ્હાલા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻