તમે તો તમે છો.....
ન દિલમાં વસાવો તમે તો તમે છો
કહી ને ન આવો તમે તો તમે છો
બધાની નજર તો તમારા ઉપર છે
નજર તો હટાવો તમે તો તમે છો
તમારા બધા વાયદા સાવ જુઠ્ઠા
મળીને બતાવો તમે તો તમે છો
અરીસો છળે છે તમારા નયનમાં
કદી તો સમાવો તમે તો તમે છો
તમે ગીત રચતાં અમારા જ માટે
હવે તો સુણાવો તમે તો તમે છો.
-- હર્ષિદા દીપક