ગંગાસતી ની વાણી...૧૨
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
છુટા રે તિર હવે નો મારીએ બાઈજી,મેથી સહ્યા નવ જાય
ક્લેજા મારા વીંધી નાખ્યા બાઈજી,છાતી મારી ફાટુ ફાટુ થાય...
ભાઈ રે !
બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા બાઈજી
મુખ થી નવ કહેવાય
આપો ને વસ્તુ મુને લાભ જ લેવા પરીપૂરણ કારોને ક્રિયાય...
ભાઈ રે !
હજી બાણ અમને નથી વાગ્યા પાનબાઈ,બાણ રે લાગ્યા ને છે વાર...
બાણ રે વાગ્યાની સુરતા ચડે આસમાન મા,પછી તો દેહ દશા મટી જાય..
ભાઈ રે !
બાણ વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વરતાય
ગંગા રે સતી એમ બોલ્યાં રે,તેજ પૂરણ અધિકારી કે'વાય
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻