🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
સવાલ
તું મથી જો અંદર તારનો હોય છે.
ડૂબકી તો દે આરપારનો હોય છે.
જીવવું છે બે પાટ જન્મ મરણ ,
વચ્ચમાં કારોબારનો હોય છે.
શોધવાનું હોય સઘળું ના મળે,
ને વણેલા એ તારનો હોય છે.
ગડમથલ છોડી દે તો સારું છે,
પૂછનારાની પારનો હોય છે!
પૂછવાનું નહિ એટલે ના પૂછ તું,
થાય છે તે આચારનો હોય છે.
આંખ ના કર તું બંધ દેખાય છે,
જે મળે સંકેતો, સારનો હોય છે.
શબ્દ ને અર્થ ભરી પછી જવું,
પંથ એ સત્યાચારનો હોય છે.
નોટ પાટી કલરની વાતો ન કર,
ને બની ગઝલ ઉપહારનો હોય છે.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀