ભૌતિક સુખની પાછળ માણસ કરે હળીયાપટી;
દોલતની ભૂખ ભાંગવા માણસ કરે હળીયાપટી;
ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથ જવાના,
છતાં ધર ના ઘર ભરવા માણસ કરે હળીયાપટી;
જીવનની ભાગદોડમાં બાકી રે આનંદ માણવાનો,
છતાં ક્ષણિક મોજ માટે માણસ કરે હળીયાપટી;
ચાર ગાઉ છે છેટો કુવો અને સોળ ગાઉ એ ખૂંદે,
પછી, મૃગજળ પાછળ માણસ કરે હળીયાપટી;
જુઓ તો "વિએમ" જમાનાનો ગજબ છે નજારો,
બટકું રોટલો મૂકી આખો ખાવા કરે હળીયાપટી;
આમને આમ માણસનું ખર્ચાઈ જાય છે આયખું,
પછી, જીવનની શોધમાં માણસ કરે હળીયાપટી;
જીવતા હતા ત્યારે ના પુછ્યા કોઇએ પણ હાલ,
મર્યા તો કાંધ આપવા "વિએમ" કરે હળીયાપટી;
... ✍️વિનોદ. મો. સોલંકી "વિએમ "
GETCO Tappar (GEB)