આપણા પ્રેમને લાગ્યું છે પાનખરનું ગ્રહણ,
શું થશે આપણા પ્રેમમાં વસંતનું આગમન!
કેમ કરીને જીવવું , વિરહ નું દુઃખ સહેવું,
યાદોના અફાટ રણમાં મૃગજળ ની પાછળ દોડવું.
કેમ કરીને આંખોના આંસુ થોભાવી દઉં,
દિલમાં છુપાવેલા દર્દને કેમ કરી સમજાવું?
તારાથીજ તો જીવન છે મારું,
શું છે તારું સ્થાન હૃદયમાં કેમ કરી બતાવું.,?
કેવી રીતે વિતે છે દિવસ રાત કેમ કરી કહું?
વિરહની આ વેદના કેમ કરીને સહુ?