Gujarati Quote in Motivational by Parmar Mayur

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓ સાહેબ જરા,, સમજોને આ માસ્ક હું આમ નીચું જોવાં ગયો અને નાક નીચે આવી ગયું.

સાહેબ થોડા ગરમ થઇને કહે એ હું ના જાણું!

તું દંડ ભર એટલે દંડ ભર,,,,

ઓ,, સાહેબ ‌હુ મજુર માણસ છું
આખો દિવસ માથાં પર તગારા લઈને મહેનત કરું ત્યારે મને મોંડ-મોડ ૨૦૦ રૂપિયાની મજુરી મળે છે,

એ‌‌ કોન્સ્ટેબલ જરા નરમ પડ્યાં ને મોટા સાહેબ એટલે કે પી એસ આઈ સાહેબ ને કહ્યું સાહેબ બિચારાને જવા દઈશું?

પી એસ આઈ ગરમ થઇ ને પેલા કોન્સ્ટેબલ ને કહે તું તારું કામ કર! બીજી મગજમારી ના કર!

આખરે પેલા મોટા સાહેબ પાસે કશું જ ના ચાલવાથી તે કોન્સ્ટેબલે પેલા ભાઈ પાસે થી જે બસો રૂપિયા હતા તે દંડ સ્વરૂપે લઈ લીધાં,

પેલો ગરીબ કરગરતો રહ્યો પણ સાંભળે કોણ!

તે આખરે કરગરતો કરગરતો ત્યાંથી ચાલ્યો ગયો,

થોડો જ સમય વિત્યો હશે ને ત્યાં એક યુવાન ફુલ સ્પીડ સાથે માસ્ક વિના નીકળ્યા કોન્સ્ટેબલે તેને અટકાવ્યો,

પેલા યુવાન નાં ચહેરા પર પૈસા તેમજ સત્તાનું ગુમાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

તેને કહ્યું એ તું મને ઓળખે છે? હું કોણ છું.

આજ સમયે psi સાહેબ ની નજર તે યુવાન પર પડી,
સાહેબે કોન્સ્ટેબલ ને કહ્યું તેને જવા દે તું જાણતો નથી તે આપણા વિધાયક સાહેબનો દીકરો છે,ચાલ તેને જવા દે!

પેલા કોન્સ્ટેબલ ને તેને જવા દેવો ના હતો તો પણ ઉપરી અધિકારી નો ઓર્ડર એટલે ઓર્ડર ના મને પણ માણવો પડ્યો.

હા,, પરંતુ તે કોન્સ્ટેબલ મનોમન બોલવા લાગ્યો કે સાહેબ તેને તો હું જાણતો ના હતો પરંતુ તમને જાણી ગયો અને હા મારી નોકરી ને પણ...!

Gujarati Motivational by Parmar Mayur : 111641363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now