પશ્ચાતાપ નાં આંસુ..
પશ્ચાતાપ એ એવી વસ્તુ છે કે જેના ધણા રૂપો છે, પશ્ચાતાપ કઈ પ્રકારનાં હોય છે, અને તમે આંસુ રૂપે જ પશ્ચાતાપ કરો છો. પશ્ચાતાપ નાં આંસુ તમને ભીતર થી શુદધ કરે છે, કોઇ વસ્તુ સ્વીકાર કરી પશ્રાતાપ કરવું અધરુ છે, પશ્ચાતાપમાં અંતર અંદરથી વલોવાઈ જાય છે, કચરો પ્રવાહ સ્વરૂપે બહાર આવે છે અને એ છે આંસુ.પશ્ચાતાપ થાય જ્યારે ખરેખર, ત્યારે એ અશ્રુરુપે વહે છે તેનાથી ભૂલની માફી અંતરથી આપણે માંગીએ છે,અને મળે છે, દિલનો બોજ હળવો થાય છે. બચપણ માં મા-બાપ ને ટેન્શન કેટલું કરાવી એ છે, તેમની વાત ગમતી નથી હોતી, એ આપણ ને દુશ્મન કયારેક લાગે છે, પણ,જયારે આપણે મા-બાપ બની એ છે ત્યારે પળે પળે પશ્રાતાપ કરીએ છીએ અને આંસુ સારીએ છે એજ પશ્રાતાપ નાં ખરાં આંસુ છે.
-અમી