*મારા ગુરુ*
વિશાળતા જેનામાં ભરી,
વડલા જેવી જેની છાયા .
આદર સન્માન ભારોભાર,
વડીલ જેવી જેની માયા.
જ્ઞાન-ગોષ્ઠીનો છે ભંડાર
ભેગા કર્યા અનેક ગુણભાર.
નીર-ક્ષીરનું જ્ઞાન ધરાવે,
અટકેલાને મારગ બતાવે.
સદાય રહે સ્વસ્થ આપની કાયા,
કુદરતને એક જ માગણી આયા.
@Harry Solanki