જેમ,
પ્રલય વિના લય શક્ય નથી,
તેમજ,
અંત વિના પ્રારંભ પણ શક્ય નથી,
પાનું ફેરવાઈ ગયું કેલેન્ડર નું,
હું તો જેમ હતી,
તેમજ છું,
તેમજ રેવાની છું,
જો સમજવી હોય મને,
તો તમારી દ્રષ્ટિ નહી,
મારા પ્રત્યેનું તમારું દ્રષ્ટિકોણ બદલો,
હું આપમેળે સમજાઈ જઈશ,
કુદરતનો નિયમ છે લોકોને બદલવા કરતા,
પોતે બદલાઇ જાઓ,
લોકો આપમેળેજ સારા લાગશે,
દરેક સિક્કાની બે બાજુ હોય છે,
તમે કંઈ બાજુ જુઓ છો,
એ તમારા વ્યક્તિત્વ પર નિર્ભર કરે છે.
B+ve
-Krishna