હજી કાલ તો મે મારી જાતને સંભાળી છે,
હા ! તૂટી દિલથી, લાગણીઓ ઉજાળી છે.
આજ સવારે વળી ઉઠી મે બારી બાર જોયું
એના તે ઘરની એ બારી હજી ઉઘાડી છે.
થયું કે લાવ એક નજર જોઈ તો લઉં એને,
જેણે કાલે જ મારી સ્વપ્ન નગરી મિટાવી છે.
શું કહું હવે આ વાત વિશે દોસ્તો તમને ,
એ છે સાવ ભોળી, મને નડી મારી ખુમારી છે.
-mr.Kiran Rathod