" કહું તો કહેજો "
નહિ બોલું બસ, અક્ષર એક કહું તો કહેજો,
ને સીવી લવ સજ્જડ, ટાંકો એક ટૂટે તો કહેજો.
નાની અમથી વાતની, અમને રઢ તમને ચીર,
ભલે રહી રોકાતી, સહેશુ મુંગી પ્રીત ની પીડ.
તમને પીડ ના પાની, પદમણી લેશ અળે તો કહેજો,
નહિ બોલું બસ , અક્ષર એક કહું તો કેજો.
✍️જગદીશ ત્રિવેદી ✍️