સોનાથી શીખો
સોનુ: આમ તો છે ફક્ત એક ધાતુ,
પણ શીખવાડી જાય છે ઘણું બધું.
દુનિયાનો સૌથી મોંઘો પદાર્થ,
એની સામે બીજા બધાની શું ઔકાત!
સોનુ કહે હું મોંઘો ઘણું,
મારાથી શીખો પોતાની કિંમત બનાવું.
કિરદાર એવું પેદા કરો કે બનો મૂલ્યવાન,
મારી જેમ તપવું પડશે, નથી એટલું આસાન.
સોનુ ઘણું ટકાઉ અને વિશ્વાસનીય,
શીખીએ એનાથી આગળના કાર્ય.
સોનાથી શીખો : વિશ્વાસપાત્ર બનો,
કીધા વગર માન મળે તો એને કહેવાય માનનીય.
સોનુ ક્યારે કોને નો ગમે? બધાનું મનપસંદ,
ચહેરા પર સ્મિત લાવતો અને ફેલાવતો આનંદ.
સોનાથી શીખો પ્રેમાળ બનવું,
પરાણે વ્હાલા લાગીએ એવું.
સંકટ સમયની સાંકળ સોનાની સંપત્તિ,
પાસે હોય તો તકલીફ જાય ખસતી.
સોનાથી શીખો સરસ અને સારું બનવું,
લોકો પસંદ કરે, તમને પોતાના જીવનમાં રાખવું.
શમીમ મર્ચન્ટ