ફોસલાવી પટાવી ને ૨૦૨૦ ના વર્ષ ને વિદાય આપજો,
ખુબ અહંકારી છે ૨૦૨૦ સમજાવી ને વિદાય આપજો,
એને સહેજે ખબર ના પાડતા મન ની વાત મન માં રાખજો,
બિલકૂલ આવજો નહિ કેહતા ચુપચાપ એને વળાવી આવજો,
અત્યાચારી ને ક્રૂર હતું આ વર્ષ બને તો કેલેન્ડર ફાડી નાખજો,
મહિના ને મહિના વેડફી નાખ્યા આ વર્ષ ડાયરી થી કાઢી નાખજો,
આખી દુનિયા પરેશાન રહી બધા ને આશ્વાસન આપજો,
તંદુરસ્તી સર્વવ્યાપી રહે ૨૦૨૧ ને તાકીદ આપજો
-Rupal Patel