...અને પછી
એ આખું દૃશ્ય
બ્લેક એન્ડ વ્હાઈટ થતું ગયું
એકસામટું નહીં
ધીરે... ધીરે...
બહુ વ્હાલથી ભૂંસાતી ગઈ એકેએક રંગીન રેખા
ને પડછાયા જેવી કાળી લકીરોના લિસોટા રહી ગયા
સૂર્ય ગ્રહણ થયો, ચંદ્ર વીલિન
સમગ્ર આભમાં બે જ રંગ રહ્યા
વીજળીનો આભાસી શ્વેત
ને ભરપૂર ભૂરો
મારી આંખોથી તદ્દન વિપરીત
બિલકુલ તારી ધારણાં જેવો
બ્લેક એન્ડ વ્હાઈટ...
અમિરામ..🌺