કાજલ ઘેરી રાત ગમે છે. સપનામાં તુ આવ ગમે છે. આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી મને ગમે છે. તારી વિરહ માં સરી પડે છે અશ્રુ, પણ તને યાદ કરવાનું ગમે છે. ઘાયલ થઈ જાય છે દિલ જોઈને તારું હાસ્ય, પણ છતાં તારી તસવીર જોવી ગમે છે. માનુ છું કહી શકાય નહીં તને હું પ્રેમ કરું છું. પણ તને પ્રેમ કરવાનું ગમે છે. જાણું છું. પ્રેમ એટલે દુઃખ જ દુઃખ, પણ એ દુઃખમાં પણ સુખ લેવાનું ગમે છે. કેટલા બધા છે મન ગમતા ચહેરા પણ, એ સૌ માં તું જ ખાસ ખાસ ગમે છે. એ હું પણ ક્યાં જાણું છું કે,
તું મને શું કામ ગમે છે...?
-Krishvi