Gujarati Quote in Romance by Chirag Vora

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલું બધું અટકી જતું હોય છે
અને એ પણ ત્યા જ જયાં કદાચ અટકવું જ ન હોય.

આખંમાંથી નીચોવાઇને આવેલું એક આંસુ પણ કદાચ ક્યારેક ગાલ પાસે આવીને જ અટકી જાય છે.

કયારેક એક હળવાં રુદન સાથે નીકળેલો કોઇ અવાજ હ્રદયમાં જ સંકેલાઈ જાય છે.

કયારેક ખરવા પડેલ પાંદડું પણ એની ડાળી માં અટવાઇ જાય છે.

કયારેક કુમળા કુમળા ઘાસમાં ચમકતી ઝાકળ પણ આખરે અણી પર આવી અટકી જતી હોય છે.

તો ક્યારેક કોઇને મળવા જવાની પળ પણ કોઇક કારણોસર પળભરમાં અટકી જતી હોય છે.

હા, ક્યારેક ન જવા દેતી ઘરની ડેલી પણ અધવચ્ચે જ સાડીના પાલવને અટકાવી દે છે.

અને છતાંય તારા વિના કંઇ રહી કે અટકી નથી જવાનું કહી,
કેટલીય લાગણીને આપણે અટકાવી લઇએ છે.

Gujarati Romance by Chirag Vora : 111636389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now