હું ને લટકવા જેવું નથી ;
હું ને મટકવા જેવું નથી ;
કંઈ સંતાડવા જેવું નથી,
મન પ્રતાડવા જેવું નથી;
નિયતિ ના લેખાંજોખાં,
હું ને અકડવા જેવું નથી ;
દિલમાં જ્યાં વિરમે અહં,
પછી ધકડવા જેવું નથી ;
મુક્તિ પામે મન જ જ્યારે,
શ્વાસ જકડવા જેવું નથી ;
લય માં મળે સ્મૃતિ ખૂદ ની,
કારણ પકડવા જેવું નથી ;
સહજ સમાધી ,આનંદમય,
તુંતું મેં મેં છટકવા જેવું નથી ;
-મોહનભાઈ આનંદ