થાય તસલ્લી, વાતાવરણ એવું જોઇએ,
જામ હો ખુશહાલી સ્મરણ એવું જોઈએ.
આંખ યારાના ચમકી ઉઠે નૂર ગજબ નું,
ત્યાં જ ઝગમગ ,કોઈ કરણ એવું જોઈએ.
પ્રેમનો મતલબ હોય, ના મતલબી કદી,
ફક્ત કૂરબાની હો , શરણ એવું જોઈએ.
ડિડકો જો સેવા , તણાં ખુબ વગાડે જો,
દિલમાં સાચી શહિદી,મરણ એવું જોઈએ.
કર્મ ફળ જો ,આનંદ , માણી શકો તમે,
ત્યાગ સાચે તૃષ્ણા ,તરણ એવું જોઈએ.
-મોહનભાઈ આનંદ