Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અષાઢ વરસે તને યાદ આવું છું આગળ,
હું આવી રીતે વરસને વધારું છું આગળ.

પડ્યાં છે વરસોથી કાગળ આ કોરા એનું મૂળ,
હું નામ તારું લખી આંસુ સારું છું આગળ.

કબૂલ કરવા કદી હું બધી ગુનેગારી,
નયનને બંધ કરું છું ક્યાં જાઉં છું આગળ !

હરાવવાની મને તું મમત ના કર પાગલ,
હું ભાગ્ય છું બે કદમ ચાલું છું આગળ.

કહે છે આ અનુભવ, કે છે દોહ્યલું ઘડપણ!
ખબર ના તોય, જીવન કેમ ચાહું છું આગળ!

ટકોર તો કરે છે વાતવાતે વર્ષોથી,
સ્વભાવ છે હજી કરશે એ જાણું છું આગળ.

નિકાલ લાવું વ્યથાનો જો વાત થાયે તો!
કાં તો વ્યથાને જ આજે ફગાવું છું આગળ.

*કાજલ કાંજિયા 'ફિઝા'*

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111634828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now