ચાલતા ચાલતા હવે થાકી જવાય છે,
એકલતા નો ભાર હવે બોવ વધી જાય છે.
લોકો ની ભીડ માં પણ તન્હાઈ અનુભવાય છે,
અને દિવસ નો પ્રકાશ પણ અંધારા સામે ઝાંખો પડી જાય છે.
રસ્તા પર ચાલતા પથ્થર અથડાય છે,
આ એકલતા મને કોરી ખાય છે.
એકાંત ની ઉથલપાથલ પાપણ માં છુપાતી જાય છે,
હાસ્ય ની પાછળ હૃદય ની વેદના દબાતી જાય છે.
તારી યાદો માં એક એક પળ વિતાવી મુશ્કેલ થતી જાય છે,
તારા ગયા પછી હવે એકલતા નો સાચો અર્થ સમજાય છે.
તારા વગર શરીર માંથી પ્રાણ જતો વર્તાય છે,
લાગે છે સ્વર્ગ માં મને જોવા તારી આંખો પણ તરસાય છે.
-Mehta Mansi