એકડો ઘૂંટી જોયો, ઠેકડો ઘૂંટી જોયો,
જાત ટુકડો ટુકડો હું ,બેવડો તૂટી જોયો.
રખડતું મન ઢોરો , સરીખું જો છે હરાયું,
વાંદરા જેવો ઠેકડો , દોકડો લૂંટી જોયો.
ખૂદને ખોયો ભ્રમણા મહીં વિચારો માંહી,
ફુદરડી યારો હું તો , સેંકડો ધૂમી જોયો.
હાય હેલો સ્નેહાળ ,ભાવથી મૈત્રી માં,
દિલમાં યારો દોસ્તીનો,ભેંકડો મૂકી જોયો.
છે મિજાજી આનંદ ,જો અહીં તો લોકો,
જાતમાં મારી જાતે , એકલો ઝૂકી જોયો.
-મોહનભાઈ આનંદ