મિત્રો આવજો મારી પાસ, તમને બોલાવું છું;
મિત્રો રહેજો સદા સંગાથ, તમને બોલાવું છું;
આજ ખીલ્યો છે આ ચાંદ સોળે કળાએ
મિત્રો કરજો એક મુલાકાત, તમને બોલાવું છું;
લહેરોની સાથ સાથ આજ સાગરને કિનારે
ટહેલશું રાખીને ખભે હાથ, તમને બોલાવું છું;
ખીલી છે ખૂબસૂરત વસંત જોને ઉપવન માં
મિત્રો આવે પુષ્પોની પમરાટ, તમને બોલાવું છું;
પતંગિયાં નું ઉડા ઉડ ને ભમરાઓનું ગુંજન
સાંભળો પંખીનો કલબલાટ, તમને બોલાવું છું;
વિતી ગયો સમય આમ સાવ એકલાં એકલાં
મળી કરીશું ખૂબ જ ધમાલ, તમને બોલાવું છું;
બહુ સમય થૈ ગયો મળ્યાને આપણે "વિએમ"
આવો હાલ, નૈ કે મૃત્યુ બાદ, તમને બોલાવું છું;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)