Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વચન વિવેકી ને

વચન વચન કી મેંડ હૈ,
વચને ભયો પ્રકાશ
વચન થકી ચૌદ બ્રહ્માંડ રચ્યાં
એ વચન તો કબીર તો વિરલાને પાસ ..

વચન વિવેકી ને
જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાઈ … (૨)

યથાર્થ વચનની
શાન જેણે જાણી ને .. (૨)
કરવું પડે નહિ બીજું કાંય ..

વચન વિવેકી ને
જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાઈ …

વચનમાં સમજે તેને
મહાસુખ ઉપજે પાનબાઈ
ગત રે ગંગાજી કહેવાય …

વચનમાં સમજે તેને
મહાસુખ ઉપજે જેને
ગત રે ગંગાજી કહેવાય …

એકાંતે બેસી,
અલખને આરાધે તો ..

એકાંતે બેસીને,
અલખને આરાધે તો,
પ્રભુજી પ્રસન્ન તેને થાય .. (૨)

વચન વિવેકી
જે નર નારી ને
બ્રહ્માદિક લાગે તેને પાઈ …

વચને થાપન ને
વચને ઉથાપન પાનબાઈ
વચને મંડાય, પ્રભુ નો પાટ ..

વચને થાપન ને
વચને ઉથાપન પાનબાઈ
વચને મંડાય પ્રભુનો પાટ …

વચન ના પુરાય તો
નહિ રે અધૂરા અમે

વચન ના પુરાય ..
નહિ રે અધૂરા અમે ..
લાહવો વચન નો જોને થાત

એ જી ..રામ રામ રામા રે જી …

વચન વિવેકી
જે નર ને નારી ને
બ્રહ્માદિક લાગે તેને પાઈ …

વસ્તુ વચનમાં
છે પરી પૂરણ પાનબાઈ
વચન છે ભક્તિ કેરૂ અંગ .. (૨)

ગંગાસતી એમ બોલ્યાં ને રે
ગંગાસતી એમ …
એ જી એમ બોલ્યાં ને
એ તમે કરજો કોઈ
વચન વાળાનો સંગ …

વચન વિવેકી ને
જે નર ને નારી ને
બ્રહ્માદિક લાગે તેને પાઈ …
યથાર્થ વચનની
શાન જેણે જાણી ને .. (૨)
એને કરવું પડે નહિ
બીજું કાંઈ ..

કરવું પડે નહિ
બીજું કાંઈ …

🙏🙏🌹🌺🌷🌼🌸🍀🙏🙏👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111634373
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now