જોને છે આ ,પરંપરાગત બિમારી,
તૃષ્ણા નાગિન તો , સદાની ભિખારી.
પરણી સત્તરસો વખત જો બિચારી,
તે છતાં પણ છે, સ્મશાને કુંવારી.
હોય તાર્કિક ચર્ચા અનુભૂતિ વેદાંતી,
એક સ્થાપે બીજો, ઉથાપે ખુવારી .
હો મનોરથ મનની, આદત નકામી,
હાર્યો રમતાં જ્યા, રમે ફરી જુગારી.
હુંસા તુંસી મનમાં , ત્યાં હું સવાલી ,
પામે શું આનંદ ત્યાં , થઇ ખુવારી.
-મોહનભાઈ આનંદ