જ્યાં શ્વાસ છે ત્યાં,જોને આશ અટકે છે,
કણાની જેમ કોઈ, જોને સદાય ખટકે છે.
હજારો ઈચ્છા ,સંતોષવી તો અઘરી છે,
એ ડંસ નાગિન ના , જો સદાય ચટકે છે.
સદાય આંખે ,ચાહી છે દુનિયા દારી જો,
અતૃપ્ત જીવ દુઃખે, ત્યાં સદાય ભટકે છે.
રચે છે વ્યૂહ ત્યાં મન, ઘેલછા મહીં કેવો,
લપેટતો જ રહે , કીડો, સદાય લટકે છે.
મળી જશે જ અનુભૂતિ,તમને આનંદ તણી.
વિરાગે જુઓ , અનુરાગી સદાય મટકે છે.
-મોહનભાઈ આનંદ