ચાલો મિત્રો કરીએ ફરી ગેટ ટુ ગેધર;
પછી થઇ જાશે ખુશનુમા આ વેધર;
ચાલો ફરી વાર મળીએ આપણે,
શિયાળાની ઠંડીમાં હુંફાળા તાપણે,
એકબીજાને મળીશું ઉષ્મા સભર.
ચાલો મિત્રો કરીએ ફરી ગેટ ટુ ગેધર;
કરીશું તારા મારા સુખ દુઃખની વાતો,
સ્કૂલના દિવસો અને પરિક્ષાની રાતો,
વાંચવાના બહાને જાગતા રાતભર.
ચાલો મિત્રો કરીએ ફરી ગેટ ટુ ગેધર;
વડના હીંચકા ને તળાવમાં ભુસકા,
વરસાદના પાણીમાં મારતા કુદકા,
ભાડાની સાઈકલથી જે ખેડતા સફર.
ચાલો મિત્રો કરીએ ફરી ગેટ ટુ ગેધર;
રંગબેરંગી લખોટી ને ભમરડાની દોરી,
કાગળની કસ્તી ને પતંગોની મસ્તી,
હોળી ધુળેટીમાં સહુને ભરતા કલર.
ચાલો મિત્રો કરીએ ફરી ગેટ ટુ ગેધર;