દાસીજીવણ સાહેબની વાણી...૩૩
🌻🌻🌻🌻🌻🌻🌻
શાને માટે ભજતો નથી,સેંજે સીતારામ
આ રે કાયામાં શુ છે,હાડકા ને ચામ
તેમાં શું તું મોહી રિયો,વિખિયાનું ઠામ
આયાં તારો હુકમ ચાલે,પછે થઈશ ગુલામ
બાજીગરનો વાંદર સરજીસ, ભરીસ સૌ ને સલામ
પાપની તે પાળુ બાંધી,પુણ્ય નું નહિ નામ
સંતોની સેવા ન કીધી,હૈયે રહેશે હામ ?
હેતે પ્રીતે હરિને ભજો,અખન્ડ આઠો જામ
દાસીજીવણ ભીમના ચરણા,નશા એક નામ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻