Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મનડું ન માને મમતાળુ*
⚪⚪⚪⚪⚪⚪⚪
પૂજ્ય જીવણસાહેબે ભીમસાહેબ ને રજુ કરેલ સંશય
⚪⚪⚪⚪⚪⚪⚪

મનડું ન માને મમતાળું ગુરૂજી મારુ ( 2 )

વાળી વાળી મનડા ને
વાડલે પુરુ વાલા ( 2 )
પતળેલ જાય પરબારુ..ગુરૂજી

ઘડી એક મનડું મારુ
કીડી ને કુંજર વાલા ( 2 )
ઘડીક ધોળે ને ઘડીક પાળુ...ગુરૂજી

તીરથે જઇ ને
તપશ્ચર્યા માંડું વાલા ( 2 )
પંચધુણી રૅ પ્રજાળુ..ગુરૂજી

કામ ને કાજ મને
કાઇ નવ સુઝે વાલા ( 2 )
ખલક લાગે મને ખારુ...ગુરૂજી

દાસી જીવણ સત
ભીમ કેરા ચરણા ( 2 )
સરજ્યુ હશૅ તે થાશૅ સારુ..ગુરૂજી

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*ભીમસાહેબ નો પ્રતિઉત્તર*
🔴🔴🔴🔴🔴🔴🔴

જીવણ જીવને જ્યા રાખીયે વાગે અનહ્દ તુરા રૅ
ઝીલમિલ જ્યોતુ ઝળહળે વરસે નિર્મળ નુરા રૅ...

પાંચ તત્વને તીન ગુણ ને પચવીસા વિચારી રૅ
મંથન ગોતોને મુળ ના તમે તત્વ લેજો તારી રૅ...

ગંગા જમના સરસ્વતિ ત્રિવેણીના ઘાટે રૅ
સુખમન સુરતા રાખીએ વળગી રહીએ વાટે રૅ...

અણી અગર પર એક છે હેરૉ રમતા રામા રૅ
નિશદિન નિરખો નૈનમા સત પુરુષને સામા રૅ...

અધર ઝણકારા હોઇ રહ્યા કર બિના વાજા વાગે રૅ
સુરતા ધરીને તમે સાંભળો,ધુન ગગનમા ગાજે રૅ...

નુરત સુરતની સાધના પ્રેમીજ્ન કૌઇ પાવે રૅ
અંધારુ ટળે એની આંખનુ નુર નજરે આવૅ રૅ...

સંદેશો સતલોક્નો ભીમસાહેબે ભેજ્યો રૅ
પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો જીવણ લગનથી લેજો રૅ

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111633881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now