Gujarati Quote in Blog by Parmar Mayur

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે સવારે એક અણગમતી નાની ઘટના થી ખુબજ દુઃખી થઈ ને જઈ રહ્યો હતો ત્યાં જ એક બાળક પર નજર પડી,

એ પહેલી નજરે ગરીબ દેખાતા બાળકને ઢીલાં મુખે આંખોમાં આંસું સાથે વિશાળ આકાશ તરફ એક મીટે તાકતાં જોયો,

તેની હાલત જોતા લાગતું હતું કે તેને કંઈક ગુમાવ્યું હોય,
મેં તેની પાસે જઈને પુછ્યું કે બેટા શું થયું ત્યારે તેને વિશાળ ગગન તરફ આંગળી ચીંધતા કહ્યું કે મહામહેનતે "મારી બા" પાસે થી પાંચ રૂપિયા લઈને એક પતંગ લાવ્યો હતો અને તે કપાઇ ગઇ,

તેની આ વાત સાંભળતા તેમજ તેની સ્થિતિ ને જોતા એવું લાગતું કે તેનું બધું જ લુંટાઈ ગયું હોય.

મેં ખિસ્સામાંથી દસ રૂપિયા કાઢીને તેને આપ્યા અને કહ્યું જા બીજી પતંગ લઈ લેજે રડીશ નહીં તો તેના મુખ પરની દુઃખની રેખાઓ તરત ગાયબ થઈ ગઈ અને મુખ પર હાસ્ય રમવા લાગ્યું,

મને પણ આ કાર્ય કરવાથી એક લાભ થયો કે મારું દુઃખ હળવું થઈ ગયું અને તેની ખુશીએ પણ મારા મુખ અને અંતર પર ખુશી મળી ગઈ.

Gujarati Blog by Parmar Mayur : 111633781
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now