મળી ભેટ જીવનની, માનો આભાર માતાનો!
મળી ભેટ સારી જિંદગીની, માનો આભાર પિતાનો!
મળી ભેટ સારા સંસ્કારોની, માનો આભાર વડીલોનો!
મળી ભેટ સારા શિક્ષણની, માનો આભાર શિક્ષકોનો!
મળી છે ભેટ આ મહામૂલી જીંદગીની પરોપકાર માટે,
વધારે નહીં તો થોડો તો પરોપકાર કરીએ!
જેમણે જેમણે આપણને કંઈ પણ આપ્યું છે,
ભેટ સમજીને એને પાછું વાળીએ.
કંઈ ભેટ ન આપી શકીએ તો એટલું તો
કરીએ કે એમનાં દુઃખમાં ભાગીદાર થઈએ,
પણ દુઃખનું કારણ ન બનીએ.
- સ્નેહલ જાની