અભરખા નથી કે મારે આંગણે આવે;
કરું આંખો બંધ જો મારે શમણે આવે;
...(Ashu) અમરીશ શુક્લ
દિલના ખુણે ખુણે બસ વસવાટ એનો,
તો, ડાબું છોડીને કેમ એ જમણે આવે?
કરું છું કોશિશ ભૂલવાની ઘણી છતાં,
બસ એના જ ખ્યાલો કાં લમણે આવે?
હશે કાંઇક વાંક મારો પણ એમાં જરૂર,
રાજી ખુશી નૈ તો ભલે રિસામણે આવે;
સ્વને શોધીને કરું છું પ્રયત્ન જીવવાનો,
પણ, બનીને એક યાદ એ મને સતાવે;
મોત પણ બેવફા થયું છે હવે "વિએમ"
પ્રત્યક્ષ નહીં એ પણ બસ ભ્રમણે આવે;