Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

તૂટતાં એ સપનાને ખુલી આંખે જોયું છે,
મે પણ રાખી ખુલી આંખે દર્દોને જોયું છે,
ના પૂછશો એ વેદનાને સાહેબ !
ખુલી આંખે પોતાનાને પારકા થતાં જોયું છે.

ખુલી રાખી આંખ, મે પણ વહેતું પાણી જોયું છે,
ખુલી રાખી આંખ, મે પણ તરતા મળદાને જોયું છે,
ના પૂછશો એ વેદનાને સાહેબ !
ખુલી આંખે, જીવતા માણસને પણ મરતાં જોયું છે.

સ્વર્ગ કરે જીવન, એ માતાપિતા; મે જોયું છે,
સગ્ગા વ્હાલાં, બદલે રંગ; મે જોયું છે,
ના પૂછશો એ વેદનાને સાહેબ !
ખુલી આંખે, જીવનું રમકડું થતાં મે જોયું છે.

ખુલી આંખે, અનેક વિશફોટો; મે જોયું છે,
મદદ બાદ, બદલાવને પણ મે જોયું છે,
ના પૂછશો એ વેદનાને સાહેબ !
ખુલી આંખે, નરકને પણ મે જોયું છે.

ભગવાનની દયાને, ખુલી આંખે મે જોયું છે,
સુખમાં આવી, ગાળો દેતો માનવી; મે જોયું છે.
ના પૂછશો એ વેદનાને સાહેબ !
દુઃખના અંતે, ભગવાનની જ મહેરબાની; મે જોયું છે.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Poem by Writer Dhaval Raval : 111633255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now