જીવનનો સાર છે ગીતા;
મૃત્યુથી પણ પાર છે ગીતા;
ક્રિષ્નાની લિલા છે તો,
જ્ઞાનની ગંગા ધાર છે ગીતા;
પરિવારનો પ્યાર છે ને,
જીંદગીનો વહેવાર છે ગીતા;
જીવનની હર મુશ્કેલી ઓનું,
આશાન નિવારણ છે ગીતા;
જીવનનું દર્પણ છે અને,
મોક્ષ માટે તારણહાર છે ગીતા;
મૃત્યુ બાદ પણ જગતમાં,
જીવવાનો આધાર ગીતા;
કોર્ટમાં તો સદીઓથી છે
પણ, હવે
કોર્સમાં હોવી જોઈએ ગીતા;