*એક પરિવાર-"શબ્દ વાવેતરનો"*
વિષય:-વર્ષ ૨૦૨૦ ના સંભારણાં
રચના પ્રકાર :-ગીત રચના
શીર્ષક - અણધારી આફત
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
અણધારી આફત લાવી બેહજાર વીસની સાલ,
કોરોનાની બીમારી આવી કોણે દીઠી કાલ.
વાઈરસ એવો ઘાતકી મરણ થતાં નહીં વાર,
બેહાલ થયો માનવી લાચારીનો નહીં પાર.
ભયભીત થયો માનવી,બીજાને મળતાં ગભરાય,
બે ગજની દૂરી રાખી, કામકાજ કરતો જાય.
લૉકડાઉનમાં માનવી થયો ખૂબ પાયમાલ,
ધંધા રોજગાર બંધ થયા પાપી પેટનો સવાલ.
વતન ભણી ચાલ્યા હવે નથી કોઈ આધાર,
માથે મોટું પોટલું ને કેડમાં નાનાં બાળ.
રડતાં જાય છે બાળકો, જોઈ દિલ મારું દુભાય,
આવાં સંભારણાં યાદ કરી આંખે આંસુ ઉભરાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖
'સહજ'
તા.૨૨-૧૨-૨૦૨૦