પહેલો પયાલો લખીરામ નો જુગતે પાયો જોય
કુચી બતાવી કાયા તણી કળા બતાવી કોઈ
ત્રિકુટી ના તાળા ખોલીયા તયારે સનમુખ દેખયા સાઈ
નગર બધુ નીહાળયુ જોયુ મેતો જરીયે જરી
બીજે પયાલે બુધધી વાપરી તયાતો સંત ની દેખી સાય
વેળા પડે તયારે વિનતી સુની દોડી આવો જગસાય
આ દેહ મા દરશાયા સનમુખ સાચા સાંઈ
એની લગની મુને લાગી જોયુ મેતો ધયાન ધરી
ત્રિજે પયાલે ત્રણ ગુણ પરગટયા થયા પાંચ તતવ પરકાશ
સુનમંડળ મા વાલો શામ બિરાજે
અલખપુરુષ અવિનાશ
નવે ખંડ મા મારા નાથજી ને દેખુ મારે રવિ ઉગયા ની આશ
એવી અગમ નિગમ ની પડી ખબરુ ગુરુએ મારા આપી તો ખરી
ચોથે પયાલે શાન કરી મારો હરી ઝાલયો હાથ
એકવીશ બરહમાડ ની ઉપરે મારા ગુરુએ બતાવી વાત
એ વાત ના નિચય થયા તયારે તુઠયા ત્રિભુવન નાથ
એવી તો મારી ઉપર કેશવરાયે કરુણા કરી
પાચમો પયાલો પુરણ થયો તયારે ભેટયા ભુદર રાય
આ રુદીયે રવિ વખાણતા જોતા રજની જાય
અખંડ ધારા એ મેહુલા વરસે ગેબી ગરજના થાય
એવા સમાધી ના સરવડા ઝર મર ઝર મર મેહુલા વરસે
છઠે પયાલે સતગુરુ મળયા ને પૂરણ પામયો ધામ
ઘણા દિવસ થી ગોતતો ગુરુએ બતાવયુ ગામ
કરમણ પરતાપે લખીરામજી એ જોયો વાલા નો વિશરામ
હવે ગુરુ ચરણ મા રાખજો બાપા થાકયો છુ ફેરા રે ફરી
એવો પયાલો મુને પાયો 🙏🙏🙏🙏🌹🌹🌹
જય ગુરુ મહારાજ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏