મનોહરદાસ રચીત-ભીમસાહેબની આરતી.
..........................................
જયજય જય ગુરુ ભીમ બ્રહ્મચારી.
આરતી ઉતારું ગુરુ ભીમ તમારી.ટેક...
આદ અનાદી ગુરુ આપ તપધારી.
શૃંગી ઋષિના આપ અવતારી.
માનવ દેહ ધરી પૃથ્વી દીપાવી.
પરમ કૃપાળુ જગ હિતકારી.ટેક...
દેવ રૂપ પીતા દેવજી તમારા.
વીરુ માતાના આપ છો દુલારા.
આમરણ ગામે દેવળ તમારા.
ગરવા કુળ ઉજવળ અવતારા.ટેક...
ભગત જનોના તારણ હારા.
સંત સ્નેહી ના પ્રીતમ પ્યારા.
સબ જગ ગ્રહે ગ્યાન તુમારા.
સેવા સુમીરણ સદા સુખ સારા.ટેક...
દાસ ગુલાબ ગુરુ ભીમ પરવારી.
કનક કામીની કીરતી ધૂળ જાણી.
મનોહર દાસ ગાવે આરતી તમારી.
હરખ પરખ આનંદ ઉર આણી.ટેક...
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
સાહેબ બંદગી....