દાસીજીવણ સાહેબની વાણી...૩૦
🍀🍀🍀🍀🍀🍀🍀
મારા દિલ દિવાના તું લે લે હરીના ગુણ ગાઈ
આગુના બોલને તું સંભારી લે આત્મા
શુ રિયો રંગમાં લોભાઈ ?
આયાં રે આવી ને બહુ સુખ પામ્યો
ત્યાં અદલ ધણી કેરી આઈ
માતા પિતાને તારા કુટુંબ કબીલા
બેની બાંધવ સુત ભાઈ
અરધંગા તારી અળગી રે'શે
એકલડો જીવ જાઈ
સાસ ઉસાસ દોઉ વસે તારા ઘટમાં
ઉનસે કરલે ઓળખાઈ
એકવીસ હજાર દમ શિકાર ખેલી
રટ રટ કે રંગ લાઈ
દમ કદમ કા દોર પણ રે'ણા
અટળ અળંગ પદ પાઈ
દાસી6 સત ભીમના ચરણા
સહુ ને કહું સમજાઈ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻