આવ, તું માંડી ને વાત કર...
એકલા મૂંઝાયા વિના,
સામે આવી ને ફરિયાદ કર.
એક-એક શબ્દો માં નહિ,
દરેક વાત નો વિસ્તાર કર.
આવ, તું માંડી ને વાત કર...
ફરી આ મોકો જીવન માં મળે,
પણ માણસ ફરી મળે ના મળે,
આડી-અવળી વાતો ના વેડફાટ વગર,
મુદ્દા પર આવી ને એકરાર કર.
આવ, તું માંડી ને વાત કર...