તારા થી પ્રેમનો એકરાર કરવા હું થઈ ગયો અધીર;
પણ, સામે જ્યારે તું મળે થઈ જાઉં છું મૂકબધિર;
ચોરી ચોરી તને જોયા કરૂં,
તારી પાછળ પાછળ ફર્યા કરૂં,
ના જોઉં તને તો દિલને ચેન ના થાય લગીર,
પણ, સામે જ્યારે તું મળે થઈ જાઉં છું મૂકબધિર;
હથેળીમાં તારૂં નામ લખું,
દિન રાત તારૂં નામ જપું,
દિલની તિજોરીમાં સાંચવી રાખી તારી તસ્વીર,
પણ, સામે જ્યારે તું મળે થઈ જાઉં છું મૂકબધિર;
તું મળે તો કિસ્મત ખુલ્લે,
તારા થકી નસીબ ચમકે,
તું મારી એક તમન્ના ને તું જ છો મારી તકદીર,
પણ, સામે જ્યારે તું મળે હું થઈ જાઉં છું મૂકબધિર;
મનની આશા તુટી ગઈ,
દિલથી ભાવના છૂટી ગઈ,
વિધાતાએ ના ખેંચી મારા હાથે તારા પ્રેમની લકીર,
ખરેખર થઈ ગયો મૂકબધિર, હું થઈ ગયો મૂકબધિર;