ઉલ્ફતની અટપટી વ્યાખ્યા, હું લખું છું.
જીવન મૃત્યુ જરા , રાખ્યા , હું લખું છું.
શ્વાસો તણા કરે , સરવાળા ખુશ થઈ ને,
જોને કબર ભણી , ભાગ્યા , હું લખું છું.
ઉંઘે છે મતલબ માં, સ્વાર્થી દુનિયા દારી.
જાગે છે ત્યાં , સપના જાગ્યા, હું લખું છું.
જોડા તો જો , છુટી ગ્યા, જો ને કચેરી,
હુંહું તું તું માં જો તોડ્યા ,હું લખું છું.
આનંદ જો છે સમજણ ઉલટી અહીં તો,
કિંમત વગર ,જીવન રોળ્યાં ,હું લખું છું.
-મોહનભાઈ આનંદ