મળ્યા આપણે એકબીજાને,
ને પછી શરૂઆત થઈ ઓળખાણની.
પરિચય વધ્યો વારંવાર મળ્યા પછી,
ને પછી પાંગર્યો પ્રેમ.
આપ્યાં વચન એકબીજાને સાથે રહેવાના,
ને પછી શરૂઆત થઈ જીવનની.
શરુ કર્યું જીવન આપણે એકબીજા સાથે,
ને પછી શરૂઆત થઈ વધુ નિકટતાની.
બસ, ઈચ્છા રાખીએ કે આમ જ જીવીએ,
ને પછી શરૂઆત થશે બે જીવોના એક થવાની.
- સ્નેહલ જાની