Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીત /પવન પગેરું

પવન પગેરું લઈને ચાલ્યો, ચાલ્યો રે કંઈ ચાલ્યો,
આસપાસની મોસમ લીધી હાથ રહ્યો ના ઝાલ્યો !
ચાલ્યો, પવન પગેરું લઈને ચાલ્યો !

પગલું સૂંઘ્યું ગુલાબજળનું પોત પ્રવાહી પીગળ્યું,
આગળ ચાલ્યો મુઠ્ઠી વાળી થોડીવારે પ્રજળ્યો
એય ટેસથી જે નીકળ્યો'તો અલખ કટોરો આલ્યો!
ચાલ્યો, પવન પગેરું લઈને ચાલ્યો!

પગમાં લીલી લીલ જામતાં પાણીને પેટાવ્યું
વીરડા જેવા વીરડા વચ્ચે જીવતર આખું તાવ્યું
જબરો જણ તે સઘળું ભૂલી જબરો ફૂલ્યો-ફાલ્યો!
ચાલ્યો, પવન પગેરું લઈને ચાલ્યો!

આપ મહીં ઓસાણ રહ્યું ના કોની વાટે શું છે,
રાત્રિનાં છેલ્લા પ્રહરોનું ગણિત આ તે શું છે?
પથ્થર-કંકરનો આ દલ્લો અમથો ગજવે ઘાલ્યો!
ચાલ્યો, પવન પગેરું લઈને ચાલ્યો, ચાલ્યો રે કંઈ ચાલ્યો!
૧૬:૫૫.
- - - - - - ગુણવંત ઉપાધ્યાય
૨૨૧૨૨૦૨૦

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111632085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now