હા .. તું એજ જિંદગી છે ,
જેને મારે જીવવી છે .
હા.. તું એજ આનંદની ક્ષણો છે જેને મારે માણવી છે .
હા ... તું એ જ ખળ ખળ વહેતું ઝરણ છે જેમાં મારે પણ ખળ ખળ વ્હેવું હતું .
હા.. તું એજ લીલોતરી ની ટેકરી છે જ્યાં મારે બેસીને મીઠાં ગીત ગાવા છે.
હા... તું એ જ તડકો છે જેને મારે શિયાળાની ટાઢમાં મદહોશ બની પીવો છે.
હા.. તું એજ મારુ ખુલ્લું આકાશ છે જેમાં મારા સપના સજાવેલા છે .
હા ... તું એજ લીલુડી ધરતી છે જ્યાં મારે નિરાતે પોઢવું છે .
હા ... તું એજ પ્રેમ છે જેને મારે ઘૂંટડે ઘૂંટડે પીવો છે..
હા.. તું એજ હરિ છે જેને મે મારા દલડામાં રાખ્યા છે .
હા... તું એજ સમય છે જેમાં મારું નામ લખેલું છે .
હા... આ બધું જ તારામાં છે ને બસ તું જ ....
હા... તું એજ મારામાં સમાયેલી ચેતના છે .
--- હર્ષિદા દીપક