છે પારેવડું શાંતિદૂત,
ફરે છે લઈને સંદેશા.
ક્યારેક હોય છે માઠા સમાચાર,
તો ક્યારેક સંદેશ ખુશીના,
પ્રેમીઓ માટે લઈ જાય છે,
સંદેશ દિલની ઠંડકનાં.
હે પારેવડાં! ક્યારેક તો આપ
સંદેશ શાંતિનો આ અશાંત દુનિયાને,
આવ તું બનીને શાંતિદૂત.
શીખવ આ દુનિયાને કેમ રહેવું શાંતિથી?
નથી રહ્યું કોઈ કોઈનું આજે,
છે ભીતર અશાંતિ અપાર.
એકની પ્રગતિ જોઈ બીજો બળે,
ક્યાંથી રહે મન શાંત?
હે પારેવા! આવ તું બની શાંતિદૂત.
- સ્નેહલ જાની