મહાત્મા હરિસાહેબ ગુરુ ચરણ સાહેબ.
.............................................
સાખીયો....
🌸☘️🌸☘️🌸☘️🌸
શ્વાસે શ્વાસે સમરણી,
આઠ પહોર એકતાર
ગગન મંડળ મે ઘર કિયા,
વાણી રહિત વિચાર
માયા મિલિ તો મતિ મ ભુલજે,
જીવડા લૅજૅ જાણી
દોનુ હાથ ઉલેચીયે,
જેમ નૌકા નુ પાણી
ધ્યાન ભક્તિમા અતિ આળશુ,
પ્રપંચ મા બહુ પુરો
સત્સંગ સાંભળવા કદી ન બેસે,
નિંદા કરવામા શુરો
સંત સેવા કરતો નથી,
ધુતારો શુ ધરે ધ્યાન ?
નિંદા કરતા નવરો નથી,
કાઠા સુંણે નહિ કાન
સાચા મોતિ હંસ નો ચારો,
બગલા ને કેમ ભાવે ?
ખાડા ખાબોચિયા ખોળતો હાલે.
,માછલા ગોતી લાવે
નાભિ કમલ મે નામ નીક્ળયા
,અમર પટૌ લખાઇ
ઓહ સોહ્ં કી બીચ મે,
સો શબ્દ રહ્યા સમાઇ
.............................................
શ્રી ચરણદાસ સાહેબ શ્રી મોરાર સાહેબ ના શિષ્ય હતા..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻