🚩 *જય અલખધણી*
*દાડલદે નુ ભજન*
🥦🥦🥦🥦🥦🥦🥦
ગુરૂજી આજ મારૅ આંગણે,સાચા સદગુરુ મળયા રૅ હા...
બીજ થાવર રેન પડી,જોયાની જૂગતું મળી
તેદુંની વરતાંણી બાઇ મારૅ આનંદની હેલી...
આવતા સંત ને આદર દઈ,પગ ધોઇ પાહુલ લૅઈ
ઍમના ધરમે આપડૉ સાયબો રાજી...
પાટ માંડી કળશ સ્થાપી,જુગ્તે આજ જોત જાગી
કોળી ને પાહુલિયે,બાઇ મારી ગત ગંગા મા ફરી...
મોતિડા નો ચોક પુરી,બેઠા છે હરિ ના નુરી
કરી લ્યૉ કમાઇ વેળા જાય છે વઈ...
સંત કારણ હળી મળી,હાજર આવી હજુર ખડી
બોલ્યા દાડલદે પાતર જોઈ જોઇને પુન્ખો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻